શુધ્ધ ઘીના અડદીયા, બદામપાક, ગુંદરપાક, મમરાના લાડું તથા વિવિધ પ્રકારની ચીકીનું રાહતદરે વિતરણ પણ ચાલુમોરબી : પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે તા.14-1-2025ને મંગળવારના રોજ સર્વજ્ઞાતિય માટે રાહતદરે ટેસ્ટફુલ ચટેકાદેર શુધ્ધ તેલમાંથી બનેલ ઉંધિયુ અને બાસુંદીનું વિતરણનું આયોજન કરવામા આવ્યું છે.મોરબી જલારામ મંદિરના અડદીયા, બદામપાક, ગુંદરપાક બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવિણભાઈ રસોયા દ્વારા ઉંધિયુ બનાવવામાં આવશે તેમજ ડ્રાઈફ્રુટથી ભરપુર બાસુંદીનુ વિતરણ કરવામાં આવશે. ઉંધિયુ પ્રતિકીલો રૂ. 200ના ભાવે તેમજ બાસુંદી પ્રતિકીલો રૂ.300ના ભાવે ઉપલબ્ધ રહેશે. બંને વસ્તુઓ 500 ગ્રામ પેકિંગમાં પણ ઉપલબ્ધ રહેશે. ઉંધિયુ તેમજ બાસુંદી વિતરણ તા.14-1-2025ને મંગળવાર મકરસંક્રાંતિના રોજ સવારે 9 થી 11 કલાક દરમિયાન શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી થશે. ઉંધિયુ તથા બાસુંદી મેળવવા એડવાન્સ બુકિંગ માટે શ્રી જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડનો સંપર્ક કરવા સંસ્થાના અગ્રણી ભાવીનભાઈ ઘેલાણી તથા ચિરાગભાઈ રાચ્છે યાદીમાં જણાવ્યુ છે. તેમજ મર્યાદીત જથ્થામાં જ ઉંધિયુ તેમજ બાસુંદીનું વિતરણ કરવાનું હોય વહેલી તકે બુકીંગ કરાવવુ આવશ્યક છે. તેમજ શુધ્ધ ઘીના ડ્રાઈફ્રુટથી ભરપુર અડદીયા, બદામપાક, ગુંદરપાક તથા વિવિધ પ્રકારની ચીકી, મમરાના લાડું સહીતની વસ્તુઓ મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી.