મોરબી : મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દ્વારા મોરબીના હાઉસિંગ બોર્ડ ખાતે મંગલમ પ્લે હાઉસ અને સામાકાંઠે નજરબાગ રેલવે સ્ટેશનની બાજુમાં શ્રીમતી નલીનીબેન જી. મહેતા હાઈસ્કૂલ ખાતે ફાયર અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી.કોઈ અણબનાવ બને તો કેવી રીતે તેમાંથી નીકળવું એ ફાયર ટ્રેનિંગમાં શીખવવામાં આવ્યું હતું અને અગ્નિસામક યંત્રનો કઇં રીતે ઉપાયોગ કરવો? બેઝિક ફાયર થાય તો શું કરવું? શું ના કરુંવું? એની પુરતી માહિતી આપવામાં આવી હતી.આ તકે સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કેવી રીતે 101 કંટ્રોલરૂમનો કોન્ટેક્ટ કરવો તે પણ જણાવાયું હતું. આ ઉપરાંત મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ 24 કલાક મોરબીની જનતાની સેવા માટે હાજર હોય જાણ કરવા જણાવાયું હતું.