માળિયા (મિયાણા) : ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 6 તાલુકા વિકાસ અધિકારીની અન્યત્ર બદલી કરવામાં આવી છે. જેમાં ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત કચેરી, ડાંગ ખાતે ફરજ બજાવતા ભૌમિકકુમાર વિરસંગભાઈ ચૌધરીની તાલુકા વિકાસ અધિકારી માળિયા (મિયાણા) તરીકે બદલી કરવામાં આવી છે.