મોરબી : મોરબીના રવાપર ગામની બાજુમાં રવાપર-ઘુનડા રોડ પર આવેલી નવજીવન વિદ્યાલય દ્વારા 12 જાન્યુઆરી ને રવિવારના રોજ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.નવજીવન વિદ્યાલય દ્વારા આયોજિત વાર્ષિકોત્સવ સ્પંદન-2025 12 જાન્યુઆરીના રોજ સાંજે 5-30 કલાકે મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલી ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે યોજાશે. જેમાં અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને નવજીવન એન્ડ ન્યૂ એરા ગ્રુપના મેનેજિંગ ટ્રસ્ટી ડી.બી. પાડલીયા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.