વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માર્કેટચોક પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી શબ્બીર ઉર્ફે પોન્ટિંગ ઇબ્રાહિમભાઈ બદ્રાસાણીયા રહે.મોમીન શેરી વાંકાનેર વાળાને રોકડા રૂપિયા 270 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.