છ દરોડમાંથી ત્રણ દરોડામાં આરોપી હોલસેલર પાસેથી દોરી ખરીદવામાં આવી હતીમોરબી : મોરબી શહેરમાં સીટી એ, બી અને તાલુકા પોલીસે પાડેલા છ અલગ અલગ દરોડા પૈકી ત્રણ દરોડામાં ચાઈનીઝ દોરા સાથે પકડાયેલ આરોપીઓએ ચાઈનીઝ દોરાના ફિરકા વિપુલ નામના હોલસેલર પાસેથી ખરીદ્યા હોવાની કબુલાત આપતા સીટી એ ડિવિઝન પોલીસે સાવસર પ્લોટમાં રહેતા હોલસેલર વેપારીને 408 ફિરકા સાથે ઝડપી લીધો હતો.મોરબી શહેરમાં પોલીસે ચાઈનીઝ દોરો વેચાતા શખ્સો વિરુદ્ધ ઝુંબેશરૂપે કામગીરી કરી હતી જેમાં સીટી એ ડિવિઝન, બી ડિવિઝન અને તાલુકા પોલીસે અલગ અલગ છ દરોડામાં છ આરોપીઓને પકડી પાડયા હતા જેમાં સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લીધેલા આરોપીઓએ ચાઈનીઝ દોરો આરોપી વિપુલ હસમુખ હીરાણી રહે.સાવસર પ્લોટ વાળા પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે સાવસર પ્લોટમાં દરોડો પાડી આરોપી વિપુલ હસમુખ હીરાણીના કબ્જામાંથી ચાઈનીઝ દોરીના 408 ફિરકા કિંમત રૂપિયા 2,65,200 કબ્જે કરી બીએનએસ કાયદા તેમજ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી આરોપીએ આટલા મોટા પ્રમાણમાં ક્યાંથી ચાઈનીઝ દોરો ખરીદ કર્યો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.