મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સાથે સંકલન કરીને મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસ સેવાદળ કારોબારી તેમજ સ્નેહમિલનનું આયોજન આગામી તારીખ 10 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે. 10 જાન્યુઆરી ને શુક્રવારના રોજ સવારે 10 કલાકે મોરબીના શનાળા રોડ પર ઉમિયા આશ્રમની સામે આવેલા ક્રિષ્ના હોલ ખાતે કારોબારી અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ ન્યુ દિલ્હીના લાલજીભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ પ્રગતિબેન આહીર, ગુજરાત કોંગ્રેસ સેવાદળ પ્રભારી ન્યુ દિલ્હી દેવેન્દ્ર શર્મા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ બાબુભાઈ વેરાણા ઉપસ્થિત રહેશે. તો આ પ્રસંગે મોરબી જિલ્લા કોંગ્રેસના તમામ હોદ્દેદારો, તાલુકા અધ્યક્ષો, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત લડેલા સભ્યો તેમજ ઓબીસી સેલ, માઇનોરીટી સેલ, લઘુમતી સેલ, એસ.સી. સેલના પ્રમુખો, તમામ ફ્રન્ટલ સેલના પ્રમુખો અને કોંગ્રેસના કાર્યકરોને હાજરી આપવા જણાવાયું છે.