મોરબી : મોરબી જિલ્લો બન્યાને વર્ષો વીતી ગયા છે. ત્યારે મોરબીની રેલવે દ્વારા ટ્રેનની સુવિધા આપવા અંગે પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ પી. શિરોહિયા દ્વારા કચ્છ - મોરબી સાંસદસભ્ય વિનોદભાઈ ચાવડાને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષોથી મોરબી જિલ્લાને રેલવે ટ્રેન લાંબા અંતરની ગાંધીધામ મોરબી, કામ્ખીયા ભુજ, મોરબી બાંદ્રા વિકલી સિવાય કોઈજ ટ્રેન ચાલતી નથી. ત્યારે મોરબીને ભુજ ગાંધીધામ મોરબી હરિદ્વાર સુધી ટ્રેન શરૂ કરવા માંગ કરાઈ છે. તેમજ ડેઇલી ભુજ, મોરબી, અમદાવાદ જે હાલમાં જે વંદેમાતરમ 6 દિવસ ચાલે છે તેને 3 દિવસ મોરબીથી ચલાવવા, મોરબી-રાજકોટ ડેઇલી ટ્રેન રાજકોટ સુધી લંબાવવા, ગાંધીધામ, મોરબી, કામ્ખીયાના ફેરા વધારી 3 દિવસે કરવા માંગ કરવામાં આવી છે. આ સાથે જ ભુજ, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર સુધી ટ્રેન માટે સવલત મળે તેવી આશા વ્યક્ત કરાઈ છે.