ટંકારા : જમ્મુનાં ઉધમપુર આર્મી કેમ્પ ખાતે હવાલદાર તરીકે ફરજ બજાવી રહ્યાં રહેલા મોરબી જીલ્લાનાં જોધપર ઝાલા ગામનાં જવાન પરેશકુમાર સારેસા તાજેતરમાં શહીદ થયા હતા. તેઓના પરિવારને શક્ત શનાળા ગામ સમસ્ત તરફથી રૂ.50 હજારની સહાય આપવામાં આવી છે. ગામના આગેવાનોએ શહીદના પરિવારને રૂબરૂ મળી સાંત્વના પાઠવી આ સહાય અર્પણ કરી હતી.