ડ્રાઇવના બીજા દિવસે મહાપાલિકાની દબાણ હટાવ શાખાએ ચેકીંગ દરમિયાન હાથ ધરી કાર્યવાહી મોરબી : મોરબીમાં ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરની ડ્રાઇવમાં હટાવવામાં આવેલી 5 જેટલી લારીઓ આજે ફરી ગોઠવાઈ જતા મહાપાલિકા દ્વારા તેને કબ્જે લઈ લેવામાં આવી છે. ગત રોજ મ્યુનિ.કમિશનર સ્વપ્નિલ ખરે અને દબાણ હટાવ શાખાના અધીકારીઓએ સિવિલ હોસ્પિટલ, વિજય ટોકીઝ, પોસ્ટ ઓફિસ, ગેસ્ટ હાઉસ રોડ સહિતના વિસ્તારોમાં ડ્રાઇવ યોજી હતી. આ વેળાએ રોડ ઉપર નડતરરૂપ 15 જેટલી લારી સહિતના દબાણોનો ત્યાંથી હટાવી લેવામાં આવ્યા હતા. જો કે આજે ફરી તેમાંથી 5 જેટલી લારીઓ મૂકી દેવામાં આવી હોય, દબાણ હટાવ શાખા દ્વારા આ લારીઓ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.