મોરબી : મોરબીના સામાકાંઠે રહેણાંક મકાનમાથી બી ડિવિઝન પોલીસે રૂ.71 હજારનો વિદેશી દારૂ પકડી બે શખ્સો સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે ભડિયાદ રોડ ઉપર જવાહર સોસાયટીમાં સિટી બી ડિવિઝન પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂ.71,606નો 105 બોટલ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. જ્યારે સ્થળ ઉપર હાજર ન મળી આવેલા વિજયભાઈ સિવાભાઈ મકવાણા અને ભરતભાઇ ધનજીભાઈ મકવાણા સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.