કપાસની આવકમાં ઘટાડો નોંધાયો, ભાવ 1500ને પારમોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 8 જાન્યુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, જીરું, મગફળી સહિતના પાકોની આવક થવા પામી છે. આજે 1161 ક્વિન્ટલ એટલે કે 5805 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1502 સુધી બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 133 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 767, તલના 2176, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1183 સુધી ભાવ બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4370, બાજરાના 612, ચણાના 1230, અને કાળા તલના 4540 રૂપિયા ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 800 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 400 રૂપિયા, કોબીજના 120 રૂપિયા, કાકડીના 560 રૂપિયા, લીંબુના 700 રૂપિયા, દુધીના 240 રૂપિયા અને સુક્કી ડુંગળીના 420 રૂપિયા ભાવ બોલાયા છે.