શાળાના વિદ્યાર્થીઓનું મોરબી જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી : વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલ ખાતે તા. 5-1-2025ના રોજ કલા મહાકુંભ-2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કલા મહાકુંભમાં મોરબી જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધામાં મોરબીની નિર્મલ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેમાં લગ્નગીત સ્પર્ધામાં નિર્મલ વિદ્યાલયના શિક્ષિકા બહેનો ચેતનાબેન, દક્ષાબેન, ભવિકાબેન, ભાગ્યશ્રીબેન અને મીનાબેને પ્રથમ નંબર, લોકવાર્તામાં ધો. 8ની વિદ્યાર્થિની લિખિયા શ્રીના પારશભાઈએ પ્રથમ નંબર, તબલા વાદનમાં ધો. 11 કોમર્સના પટેલ જિમી હિતેશભાઈએ પ્રથમ નંબર, વકતૃત્વ સ્પર્ધામાં ધો. 7ની કૈલા કિશા ઘનશ્યામભાઈએ બીજો નંબર, વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધામાં ધો. 8ની ઓગણજા તન્વી રાજેશભાઈએ ત્રીજો નંબર અને ધો. 4માં અભ્યાસ કરતા કાસુન્દ્રા મંત્ર જીજ્ઞેશભાઈએ લોકવાર્તામાં ત્રીજો નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. ત્યારે તેમની આ સિદ્ધિ બદલ વિજેતાઓને નિર્મલ વિદ્યાલય તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.