150 થી વધુ શ્રદ્ધાળુઓ ચાર દિવસે બહુચરાજી પહોંચ્યા હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે થી સાનિયા(ભરવાડ) પરિવાર દ્વારા બહુચરાજી ખાતે બિરાજમાન શ્રી બહુચરાજી માતાજીના મંદિર સુધીનો પગપાળા સંઘ કાઢવામાં આવ્યો હતો. જેમાં સાનિયા પરિવારના 150 થી વધુ શ્રદ્ધાળુઓ આ પગપાળા સંઘમાં જોડાયા હતા.ચરાડવાથી બહુચર માતાજીને ધજા ચડાવવા નીકળેલો પગપાળા સંઘ ચાર દિવસ બાદ બહુચરાજી પહોંચ્યો હતો. જ્યાં સાનિયા પરિવારના સૌ શ્રદ્ધાળુઓએ વાજતે ગાજતે બહુચર માતાજીના મંદિરે ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી.આ પગપાળા સંઘમાં સાનિયા પરિવારના 150 થી વધુ મહિલાઓ-પુરુષો અને યુવાનો જોડાયા હતા.