મોરબી : મોરબીના મહેન્દ્રનગર સ્થિત સોમનાથ પાર્ક-1માં આવેલા અંજની હોમ્સ-1 ખાતે પીવાના પાણીની સમસ્યા હોય આ અંગે રહીશોએ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી છે.રહીશોના જણાવ્યા પ્રમાણે અંજની હોમ્સ-1માં છેલ્લા આઠ માસથી પીવાના પાણીની સમસ્યા છે. બે ટાવરમાં કુલ 56 મકાન ધારકો આ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ અંગે મહેન્દ્રનગર પંચાયતમાં અરજી પણ કરવામાં આવી હતી અને તાલુકા વિકાસ અધિકારીની સાક્ષીમાં પંચરોજ કામ પણ કરાયું હતું. તેમ છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે તાત્કાલિક પીવાના પાણીની સમસ્યા હલ કરવા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.