મોરબી : મોરબી સહિત રાજ્યની 9 મહાનગરપાલિકાઓમાં સરકાર દ્વારા ક્રમશઃ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. હવે સરકાર દ્વારા તમામ મહાપાલિકાઓમાં મેડિકલ ઓફિસર નીમવામાં આવ્યા છે. જેમાં મોરબી તાલુકાના આરોગ્ય અધિકારી ડો.રાહુલ કોટડીયાને મોરબી મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.