સ્વામી વિવેકાનંદના જીવન સંબંધિત પ્રશ્નો અંગે ક્વિઝમાં ગજેરા તુલજાએ પ્રથમ નંબર મેળવ્યો મોરબી : રામ કૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી પ્રસંગે 13 મી ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝ સ્પર્ધામાં ટંકારની ઓરપેટ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની ગજેરા તુલજાએ સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. ગજેરા તુલજાની આ સિદ્ધિ બદલ ટ્રસ્ટ પરિવાર અને શાળા પરિવાર અભિનંદન પાઠવ્યા છે. તથા ગૌરવની લાગણી અનુભવે છે.