મોરબી : રાજકોટ દક્ષ વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા રાજકોટ સમાજ વાડીના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મોરબી, વાંકાનેર, થાનગઢ. મકનસર, લાલપર તથા ગામડાઓમાંથી સમાજના આગેવાનો ગોકળભાઈ ભોરણીયા, પ્રવીણભાઈ વારનેસીયા, મનુભાઈ બરાસરા મોરબી, લલિતભાઈ ઘરોડીયા, દીનેશભાઈ કણસાગરા, રસીકભાઈ વાણરનેસીયા વાંકાનેર, પ્રભુભાઈ અંદોદરીયા, રમેશભાઈ ઉભડીયા, ભરતભાઈ ઘુમલીયા, કીરીટભાઈ બોપલીયા મકનસર, ઈશ્વરભાઈ નારણીયા, આયોજક રાજકોટ દક્ષ વરિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ ચતુરભાઈ વાણેશિયા, ઉપ પ્રમુખ પ્રભુભાઈ ઘરોડીયા, જગદીશભાઈ વાણેશિયા તથા સમાજના અન્ય લોકોએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.