મોરબી : મોરબી તાલુકાના મોરબીથી હળવદ રોડનું હાલ કામ ચાલી રહ્યું છે. આ કામમાં ગુણવત્તા જળવાતી ન હોય ઘુંટુ ગ્રામ પંચાયત દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે.ઘુંટુ ગ્રામ પંચાયતના જણાવ્યા પ્રમાણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલ રોડનું અને ગટરનું કામ ચાલી રહ્યું ચે. જેમાં ગટરનું કામ ખૂબ જ નબળી કક્ષાનું થઈ રહ્યું છે. ઘુંટુ ગામ પાસે આવેલા પરેચા પરિવારના મંદિર પાસે ગામ જવાના રસ્તે થોડા દિવસ પહેલા ગટર પર મોટો ખાડો પડ્યો હતો. જો આ ખાડામાં કોઈ પડે અને જાનહાનિ થાય તો જવાબદારી કોની ? તેથી તાત્કાલિક ધોરણે આ કામ રોકાવી સારી ગુણવત્તાવાળુ કામ થાય તેવું કરવામાં આવે તેવી કલેક્ટરને રજૂઆત કરાઈ છે.