14 જાન્યુઆરી સુધી ચાલશે રામદેવ રામાયણ કથામોરબી : મોરબીના ગોર ખીજડીયા ગામે આવેલી અલખધણી ગૌશાળા ખાતે ભવ્ય રામદેવ રામાયણ કથાનો પ્રારંભ પ્રારંભ થયો છે. અલખધણી ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ 15માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આ પ્રસંગે રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તારીખ 8 જાન્યુઆરી ને બુધવારથી કથાનો પ્રારંભ થયો છે અને 14 જાન્યુઆરી ને મંગળવારના રોજ કથા પૂર્ણ થશે. જેમાં દરરોજ સવારે 9 થી 11-30 અને બપોરે 2-30 થી 5 વાગ્યા સુધી કથાના વક્તા સંત રત્નેશ્વરી દેવી (રામધન આશ્રમ) વ્યાસપીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથા દરમિયાન દરરોજ સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. કથા દરમિયાન આજે બોપેરે 2 વાગ્યે પોથીયાત્રા નીકળી હતી. 9 જાન્યુઆરીએ નંદ મહોત્સવ, 10 જાન્યુઆરીએ રામદેવજી મહારાજ પ્રાગટ્ય ઉત્સવ, 11 જાન્યુઆરીએ ભૈરવ ઉધ્ધાર, રાત્રે રામદેવપીરનો પાટ સંતવાણી, 12 જાન્યુઆરીએ રામદેવજી મહારાજનો વિવાહ, 13 જાન્યુઆરીએ રામદેવજી મહારાજના ભક્તો અને પાટનો મહિમા ગત ગંગાના ભકતોની કથા અને 14 જાન્યુઆરીએ કથાની પૂર્ણાહુતિ થશે. કથામાં આવતા ભાવિક ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. તો આ કથા શ્રવણનો લ્હાવો લેવા અલખધણી ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવાયું હોવાનું મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.