નગર દરવાજે ઢોલ વગાડી અને સૂત્રોચ્ચાર કરી તંત્રને જગાડવાનો પ્રયાસ : સત્તાધારી પક્ષ ઉપર સણસણતા આક્ષેપોમોરબી : મોરબીના વિવિધ પ્રશ્ને આમ આદમી પાર્ટીએ નગરદરવાજે વિરોધ કાર્યક્રમ યોજયો હતો. જેમાં ઢોલ વગાડી અને સૂત્રોચ્ચાર કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાથે સત્તાધારી પક્ષ ઉપર સણસણતા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર હાલના સમયમાં સ્ત્રીઓ ઉપર થતા અત્યાચાર તેમજ મોરબી જિલ્લાની અંદર અસહ્ય ભ્રષ્ટાચાર, ગટરોના નિકાલના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, જન્મ મરણના દાખલા કઢાવવા માટેના અગણિત પ્રશ્નો, સરકારી હોસ્પિટલમાં સુવિધાઓમાં અભાવના પ્રશ્નો, લુખ્ખા તત્વો દ્વારા થતી દાદાગિરી જેવા અગણિત પ્રશ્નો છતાં પણ મોરબીની જનતા ઘોર નિંદ્રામાં હોઈ એમને તેમજ તંત્રને ઢોલ વગાડી જગાડવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.