મોરબી : મોરબીના જુના ઘુંડુ રોડ પર ત્રાજપર ચાર રસ્તાની બાજુમાં આવેલા વિસામાની મેલડી માતાજીના મંદિરે આવતીકાલે તારીખ 9 જાન્યુઆરી ને ગુરુવારના રોજ મેલડી માતાજીનું માંડલું (ડાક ડમ્મરનો કાર્યક્રમ) યોજાશે.સમસ્ત ત્રાજપર ગામ દ્વારા વિસામાની મેલડી માતાજીના મંદિરે માંડલુંનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બપોરે 11-30 કલાકે વિસામાની મેલડી માતાજીના મંદિરે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જ્યારે રાત્રે 9-30 કલાકે ડાકલાની રમઝટ બોલશે. જેમાં ગાયક કલાકાર ભરતભાઈ કુંઢીયા ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે સર્વે પંચના ભુવાશ્રીને આમંત્રણ પાઠવાયું છે.