પરિવાર સમયસર બહાર નીકળી જતા દુર્ઘટના સહેજમાં ટળીhttps://youtu.be/W9k-J3WsK5M?si=oH5GRmay8U-uuibIટંકારા : ટંકારાના બંગાવડી નજીક રોડ ઉપર ચાલતી કાર ઓચિંતી સળગી ઉઠી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના બંગાવડી નજીક જામનગર રોડ ઉપર મારુતિ એક્સક્રોસ કાર નીકળી રહી હતી. તે દરમિયાન તેમાં વાસ અને ધુમાડા નીકળતા તેમાં સવાર પરિવાર સમયસૂચકતા વાપરી કારમાંથી નીચે ઉતરી ગયો હતો. જોત જોતામાં કાર અગનગોળો બની ગઈ હતી. આ દરમિયાન પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો પણ કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી.આ કારમાં બગથળાનો પરિવાર સવાર હતો. જેમાં પતિ, પત્ની અને તેમની દીકરી હતા. આ પરિવાર કાર રીપેરીંગ કરાવવા જતો હતો. તે દરમિયાન આ બનાવ બન્યો હતો. બંગાવડી ગામના અગ્રણી હસમુખભાઈએ માહિતી આપતા જણાવ્યું કે બનાવ અંગે જાણ થતાં સ્થાનિક યુવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પણ કાર સંપૂર્ણ રીતે સળગી ઉઠી છે. સદનસીબે કોઈને ઇજા પહોંચી નથી.