ટંકારા : ટંકારાના નેકનામ નજીક પડધરી રોડ ઉપર ભારત ગેસની સામે રોડ ઉપર જઈ રહેલી કારમાં ઓચિંતી આગ લાગી હતી. આ કારમાં એક દંપતી સવાર હતું. જે જોડિયા જઈ રહ્યું હતું. બન્ને સમયસૂચકતા વાપરી કારમાંથી નીચે ઉતરી જતા દુર્ઘટના સહેજમાં ટળી હતી. કાર ઉપર પાણીનો મારો ચલાવાયો હતો. પણ કાર બળીને ખાખ થઈ ગઈ હતી.