પોતાના દાદી સાથે રહેતા બાળકની આર્થિક પરિસ્થિતિ નબળી હતી, આયુષ્માન કાર્ડ હેઠળ વિનામૂલ્યે સારવાર મળી, ઓપરેશન બાદ બાળકનો હાથ સંપૂર્ણ રીતે કામ કરતો થઈ ગયોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ): મોરબીના ગ્રામ્ય વિસ્તારના એક 9 વર્ષના અનાથ બાળક માટે આયુષ્માન ભારત યોજના આશીર્વાદરૂપ બની છે. બાળકનો એક હાથ કાંડાથી કામ કરતો બંધ થઈ ગયો હોય, આયુષ હોસ્પિટલમાં તેનું આયુષ્માન કાર્ડ હેઠળ વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું છે. હાલ આ બાળકનો હાથ સંપૂર્ણ રીતે કામ કરતો થઈ ગયો છે. આયુષ હોસ્પિટલની યાદીના જણાવ્યા અનુસાર મોરબીના એક અંતરિયાળ ગામડામાં ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા કેશુબેન પોતાના પૌત્ર નિમેષ સાથે રહેતા હતા. માત્ર 9 વર્ષના નિમેષના માથે માતા-પિતાની છત્રછાયા પણ ન હતી. 3 વર્ષ પહેલાં અકસ્માતમાં નિમેષના હાથે ફેક્ચર થયું હતું. તેમાં ઇજાના લીધે હાથની એક નસનું પેરાલિસિસ થઇ જવાથી હાથ કાંડાના ભાગથી કામ કરવાનો બંધ થઈ ગયો હતો.નિમેષ વધુ સારવાર માટે આયુષ હોસ્પિટલ ખાતે આવ્યો હતો. આયુષ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડો.આશિષ હડિયલના કહેવા મુજબ દર્દીને ‘વ્રીસ્ટ ડ્રોપ’ (wrist drop) થયેલો હતો. તેનું કારણ ‘રેડિયલ નર્વ’ (radial nerve) નામની મુખ્ય હાથની ચેતાની નસનું પેરાલિસિસ હતું. લાંબો સમય થયેલ હોવાથી નસની રિકવરીના કોઈ ચાન્સ ન હતા. આ હાલતમાં ‘ટેન્ડન ટ્રાન્સફર’ (tendon transfer) નામનું એક જટીલ ઓપરેશન કરવું પડે છે.સામાન્ય રીતે આ ઓપરેશન માટે રાજકોટ કે અમદાવાદ જવું પડતું હોય છે પરંતુ આયુષ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જન હોવાથી અહી જ આ ઓપરેશન ડો. આશિષ હડીયલ દ્વારા કરવામાં આવ્યું હતું. હવે આ બાળકનો હાથ પૂરેપૂરો કામ કરે છે. દર્દી આર્થિક કે સામાજિક રીતે સક્ષમ ન હોવાથી તેને હાથ સારો થવાની આશા છોડી દિધી હતી. પરંતુ સરકારની આયુષ્માન યોજનાથી તેનુ ઓપરેશન શક્ય બન્યુ હતુ. ઓપરેશન સફળ થતા દર્દીએ સરકાર અને હોસ્પિટલનો આભાર માન્યો હતો.