હળવદ : હળવદ - માળીયા હાઇવે ઉપર સુસવાવ ગામના પાટિયા નજીક જીજે - 06 - પીસી - 4226 નંબરની બલેનો કારના ચાલકે જીજે - 01 - એફએચ - 4967 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ફરિયાદી બાબુભાઇ મુળજીભાઈ રાઠોડ રહે.સુસવાવ ગામ તેમજ સાહેદ મોહનભાઇ બાબુભાઇ મકવાણાને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા અકસ્માતના આ બનાવ અંગે કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.