મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તા. 08 ના રોજ અમુક વિસ્તારોમાં વીજપુરવઠો જેટકો દ્વારા મેઇન્ટેનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવનાર છે. વુગા JGY સવારે ૦૭:૦૦ થી બપોરે ૩:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. ( ઘુંટુ ગામ તથા આસપાસનો વિસ્તાર) આ સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ ફીડરો સવારે 7:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી જેટકોના સમારકામ ના કારણે બંધ રહેશે. જેમાં ઉંચી માંડલ સબ સ્ટેશનના તમામ ફીડરો ( વેરીટાસ જેજીવાય અને થીઓસ જેજીવાય સિવાયના), ઘૂંટુ -૨ સબ સ્ટેશનના તમામ ફીડરો, મહેન્દ્રનગર સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ ફિડરોનો સમાવેશ થાય છે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.