માળિયા અને મોરબી તાલુકામાં એક-એક પશુ દવાખાના મંજુર કરતી રાજ્ય સરકારમોરબી : મોરબીના નાગડાવાસ અને માળિયાના ખાખરેચી ગામે પશુ દવાખાનું રાજ્ય સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યું છે. આ મામલે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મતસ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલની યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં રાજ્યની અર્થવ્યવસ્થામાં કૃષિ અને પશુપાલન વ્યવસાયની નોંધપાત્ર હિસ્સો છે. ગુજરાત સરકારની ખેડૂત અને પશુપાલક કેન્દ્રિય નીતિઓ અને તેનું અમલીકરણ ગામો અને નગરોમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યા છે. છેલ્લાં બે દાયકાઓમાં, રાજ્ય સરકારે કૃષિ વિષયક અનેક નીતિવિષયક નિર્ણયો લીધા છે ત્યારે ગુજરાતના વિકાસને વધુ વેગવંતો બનાવવો અને ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને વધુ સમૃદ્ધ બનાવવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારની પ્રાથમિકતા છે.પશુપાલન પ્રભાગમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મંજુર થયેલ પશુ દવાખાના પૈકી આપના મોરબી જીલ્લાના માળિયા (મિ.) તાલુકાના ખાખરેચી ખાતે તેમજ મોરબી તાલુકાના નાગડાવાસમાં નવુ પશુ દવાખાનું મંજુર કરવામાં આવ્યું છે.