મોરબી : આજ રોજ તારીખ 7 જાન્યુઆરીના મોરબીની જી. જે. શેઠ કોમર્સ કોલેજમાં માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં આરટીઓ મોરબીના મોટર વાહન નિરીક્ષક આર.એ જાડેજાએ વિદ્યાર્થીઓને માર્ગ સલામતી માસ-2025 અન્વયે ટ્રાફિકના નિયમો જેવા કે બ્લાઈન્ડ સ્પોટ, વિઝન ઓફ કોન, સેફ ડિસ્ટન્સ, લેન ડ્રાઇવિંગ વગેરે વિષે માહિતી આપી હતી. તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ સેમિનારમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા.