મોરબી : શ્રી લોહાણા મહાજન-મોરબી તથા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી સહિતની સંલગ્ન સંસ્થાઓ દ્વારા શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કથામાં તમામ પોથી યજમાનોનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી દ્વારા 27 પોથી યજમાનો સહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જ્ઞાતિની સર્વોચ્ચ સંસ્થા શ્રી લોહાણા મહાજન-મોરબીના અગ્રણીઓની આગેવાનીમાં શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી, શ્રી જલારામ સેવા મંડળ-મોરબી, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી સહિતની સંસ્થાના અગ્રણીઓ દ્વારા વ્યાસાસને બિરાજમાન નરેશભાઈ રાજ્યગુરુ, શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી તથા દરેક પોથી યજમાનોનું અદકેરું સન્માન કરાયું હતું.