હળવદ : હળવદ તાલુકામાં છેલ્લા 6 વર્ષથી આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રભાઈ એન. પરમાર દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે. જેમાં આજરોજ તા. 7-1-2025 ને મંગળવારના રોજ રાજેન્દ્રભાઈ એન. પરમારનો જન્મદિવસ હોય ત્યારે તેમના દ્વારા હળવદ તાલુકામાં ટીબીની સારવાર હેઠળ હોય તેવા જરૂરિયાતમંદ 5 દર્દીઓને દત્તક લીધા હતા. તેમજ તેમને દવા સાથે પોષણયુક્ત આહાર મળી રહે તેવા ઉમદા હેતુથી ન્યુટ્રીશનલ સપોર્ટ કીટ આપી હતી. આ સાથે જ પ્રધાનમંત્રીની ટીબી મુક્ત ભારત અંતર્ગત નિક્ષય મિત્ર બન્યા છે.