ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરમા કામ કરતી યુવતી અને યુવક ઝબ્બેમોરબી : મોરબીના શનાળા રોડ ઉપર ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરમાં અનઅધિકૃત રીતે આધારકાર્ડ કાઢી આપવાના કૌભાંડમાં સેન્ટર સંચાલક અને પોસ્ટમેનની ધરપકડ બાદ પોલીસે આરોપીઓની રિમાન્ડ દરમિયાન આપેલ કબૂલાત બાદ ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરમા કામ કરતી યુવતી અને એક યુવકની ધરપકડ કરી છે.મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટમાં ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરમા લોકો પાસેથી 500 રૂપિયાથી લઈ 5000 રૂપિયા વસૂલી અનઅધિકૃત રીતે આધારકાર્ડ કાઢી આપવા પ્રકરણમાં પોસ્ટમસ્તરની ફરિયાદને આધારે પોલીસે સેન્ટર સંચાલક વિજયભાઈ કેશવજીભાઇ સરડવા અને જયેશભાઇ ગોવિંદભાઈ સરડવાની ધરપકડ કરી બન્નેને રિમાન્ડ ઉપર લેતા અનેક રહસ્યો ઉજાગર થયા છે.બીજી તરફ સીટી એ ડિવિઝન પીઆઇ હકૂમતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અનઅધિકૃત રીતે આધારકાર્ડ સેન્ટર મામલે તપાસ ચાલુ છે. જેમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરમાં કામ કરતી કૃપા અજયભાઇ ખરચરિયા ઉ.19, રહે. ભૂમિ ટાવર, નાની વાવડી અને આરોપી સંજય પ્રભુભાઈ કંઝરિયા, ઉ.19, રહે. મસાલની વાડી, એસપી રોડ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી છે.