શૈક્ષણિક કાર્ય માટે તથા ટ્રસ્ટ મંડળની રચના માટે દાનનો ધોધ વરસ્યોહળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામ મુકામે બેતાલીસ પરગણા વણકર સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. સ્નેહ મિલન સમારોહના આયોજક તથા ભોજનના દાતા મયુરનગર વણકર સમાજ રહ્યો હતો.આગામી દિવસોમાં બેતાલીસ પરગણા વણકર સમાજનું શૈક્ષણિક સંકુલ બનાવવાનો સંકલ્પ મયુરનગર મુકામે ભેગા થયેલા જ્ઞાતિજનો દ્વારા કરાયો હતો. પહેલા જ સ્નેહ મિલાનમાં સમાજ માં દાતાઓ વરસી પડ્યા હતા અને શૈક્ષણિક કાર્ય માટે તથા ટ્રસ્ટ મંડળની રચના માટે પોતે દાનની અવિરત સરવાણી વહાવી હતી. આગામી દિવસોમાં સુવ્યવસ્થિત રૂપરેખા સાથે મળી આગળની કાર્યવાહી કરવામાં આવશે એવું જણાવ્યું હતું સમગ્ર બેતાલીસ પરગણા હળવદ ધ્રાંગધ્રા તથા અમદાવાદમાંથી લગભગ ૧૫૦૦ જેવા સમાજના આગેવાનો અને અગ્રણીઓ એકત્રિત થયા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.