મોરબી : મોરબી શહેર પેટા-2 વિભાગ હેઠળ તારીખ 08-01-2025 ને બુધવારના રોજ રોડ વાઇડનીંગની કામગીરી કરવાની હોય સવારે 8 થી બપોરે 4 વાગ્યા સુધી એમ હોસ્પિટલ ફીડર અને ત્રાજપર ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ કાપ રહેશે.જેમાં એમ હોસ્પિટલ ફીડર હેઠળના લાલબાગ, વૃંદાવન પાર્ક, નટવર પાર્ક, આશપાર્ક, સિદ્ધાર્થ સોસાયટી, મહારાણા સોસાયટી, લક્ષ્મી નારાયણન સોસાયટી. જ્યારે ત્રાજપર ફીડર હેઠળના તાલુકા પોલીસ લાઈન, હાઉસિંગ બોર્ડ, પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલાપાર્ક, ત્રાજપર ગામ, નિત્યાનંદ સોસાયટી, અંબિકા સોસાયટી, આનંદ નગર, મધુરમ સોસાયટી, મયુર સોસાયટી, ઋષભ નગર, સૂર્યકિર્તી નગર વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.