રોડ- રસ્તા, સફાઈ, ગટર, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપર પહેલા ધ્યાન આપવાનો કોલમોરબી : મોરબી મહાનગરપાલિકાના મદદનીશ કમિશનર સંજય સોનીએ આજે ચાર્જ સંભાળી લીધો છે. તેઓ મૂળ ઇડરના વતની છે. અગાઉ તેઓએ મહેસાણા, ભરૂચ, નડિયાદ, વલસાડ, નવસારી સહિતની જગ્યાએ ચીફ ઓફિસર તરીકે કામગીરી કરેલી છે. નવા મદદનીશ કમિશનરે રોડ રસ્તા, સફાઈ, પાણી, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપર પહેલા ધ્યાન આપવાનું જણાવ્યું છે. ઉપરાંત તેઓએ કહ્યું કે લોકોની સુખાકારી વધે તે માટે મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ રહેશે. ઉલ્લેખનીય છે કે મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ હવે મુખ્ય અધિકારીઓએ કચેરીની ધૂરા સંભાળી લીધી છે. અગાઉ મ્યુનિસિપલ કમિશનર, નાયબ મ્યુનિસિપલ કમિશનર અને સિટી ઈજનેરે પણ પોતાની જવાબદારી સંભાળી કામગીરીનો ધમધમાટ શરૂ કરી દીધો છે.