મોરબી : મોરબીમાં 5 જાન્યુઆરીના રોજ મોરબી નવનાત વણિક સમાજ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 150 જેટલા ભાઈઓ-બહેનોએ લાભ લીધો હતો. આ કેમ્પને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ખુલ્લો મૂક્યો હતો. આ કેમ્પમાં 8 હજારના રિપોર્ટ ફક્ત 250 રૂપિયામાં કરી આપવામાં આવ્યા હતા.આ તકે નવનાત વણિક સમાજના રાષ્ટ્રીય પ્રમુખ પ્રશાંતભાઈ શાહ તથા મોડિકલ ટીમ અતુલભાઈ મોદી, ડો. વિરલભાઈ ગોરડીયા, મોરબી જિલ્લા પ્રમુખ નીતિનભાઈ મહેતા, મહામંત્રી પરેશભાઈ સી. શાહ, મંત્રી હિતેશભાઈ ભાવસાર, ઉપપ્રમુખ ભગવાનજીભાઈ કે. શાહ, ખજાનચી નયનભાઈ એમ. મહેતા તેમજ અન્ય કમિટી સાથે મિત્રો, મહિલા ગુજરાત પ્રદેશ પ્રમુખ નમ્રતાબેન શાહ, મોરબી જિલ્લા મહિલા પ્રમુખ ચંદ્રિકાબેન મણિયાર, રાજકોટ જિલ્લા પ્રમુખ યોગેશભાઈ બાવીશી, દરેક વણિક સમાજના અલગ અલગ ફીરકાના પ્રમુખ, સાથી મોરબી જિલ્લા કમિટી NNVS ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા મોરબી NNVS કમિટીના ભાઈઓ-બહેનોએ જહેમત ઉઠાવી હતી.