વાયરલ થયેલ વિડીયોના આધારે ગુન્હો નોંધતી મોરબી તાલુકા પોલીસમોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર પુરપાટ ઝડપે કાવા મારતા નીકળેલા ટ્રક ચાલકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મોરબી ટ્રાફિક પોલીસે ટ્રક નંબરના આધારે ટ્રક ચાલકને શોધી કાઢી મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી - માળીયા હાઈવે ઉપર ગત તા.3 જાન્યુઆરીના રોજ જીજે - 12 - એડબ્લ્યુ - 0117 નંબરનો ટ્રક ચાલક હાઇવે ઉપર અન્યની જિંદગી જોખમાય તે રીતે પુરપાટ ઝડપે પોતાનો ટ્રક આડા અવળા કાવા મારી ચાલવાતા નીકળતા કોઈએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા મોરબી ટ્રાફિક પોલીસે વીડિયોનાએ આધારે ટ્રક નંબર ઉપરથી કચ્છના મોટી મઉ ગામના ટ્રક ચાલક સતાર કસમભાઈ સમા નામના શખ્સને ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.