મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 6 જાન્યુઆરીના રોજ ખુલતા સપ્તાહે કપાસ, ઘઉં, તલ, જીરું, મગફળી સહિતના પાકોની આવક થવા પામી છે. આજે 1365 ક્વિન્ટલ એટલે કે 6825 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1510 સુધી બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 110 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 691, તલના 2350, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1092 સુધી ભાવ બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4390, સોયાબીનના 817, અડદના 900, ચણાના 1197, અને ગુવાર બીના 910 રૂપિયા ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 900 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 400 રૂપિયા, કોબીજના 120 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 700 રૂપિયા, દુધીના 240 રૂપિયા અને સુક્કી ડુંગળીના 480 રૂપિયા ભાવ બોલાયા છે.