હળવદ : હળવદની આલાપ સોસાયટીમાં રહેતા કિશોરભાઈ છગનભાઈ એરવાડીયા હરિદ્વાર ખાતે આવેલ વિશ્વ વિખ્યાત પતંજલિ યોગ ગ્રામ ખાતે યોગ ગુરુ રામદેવ બાબા સાથે મુલાકાત કરી હતી. અંદાજે ૧૦ મિનિટ સુધી તેઓએ ગુજરાતીમાં વાતો કરી હતી. આ વેળાએ કિશોરભાઈ એ હળવદ ગામનો પણ ઉલ્લેખ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે કિશોરભાઈ એ અત્યાર સુધી ૫૪ વખત રક્તદાન કર્યું છે સાથે પોતાના મૃત્યુ બાદ દેહદાન કરવાનો સંકલ્પ પણ કરેલ છે સાથે અત્યાર સુધી ૧૦૦ થી પણ વધુ દર્દીઓને આયુર્વેદ ઉપચાર અને યોગ પ્રાણાયામ થકી તેમને સ્વસ્થ કરી અને તેમના જીવન માં અજવાળા કરવામાં કિશોરભાઈ નિમિત્ત બન્યા છે. કિશોરભાઈ ૭ વખત છપૈયા ધામ પગપાળા ગયા છે. જે હળવદથી અંદાજે ૧૬૦૦ કિલોમીટર દૂર છે અને અનેક વખત દ્વારિકા અને બહુચરાજી પણ પગપાળા ગયા છે સાથે આશાપુરા માતાજી કચ્છ પણ અનેક વખત સાયકલ યાત્રા કરેલ છે. કિશોરભાઈ એરવાડીયા ૬૧ વર્ષે પણ યુવાનોને સરમાવે તેવી તંદુરસ્તી ધરાવે છે અને અનેક લોકોને નિઃશુલ્ક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડે છે.