વાંકાનેર : વાંકાનેર તાલુકાના દિઘલિયા નજીક જીજે - 03 - એફજે - 6076 નંબરનું બાઈક લઈને જઈ રહેલા છગનભાઇ માવજીભાઈ અણીયારીયાને ટ્રક નંબર ટીએન - 29 - સીવી - 5087 નંબરના ટ્રક ચાલકે બાઇકની ઓવરટેક કરવા જતાં છગનભાઈને ઠોકર મારી પાછળના ટાયરમાં લઈ લેતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજયું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પુત્ર કિશોરભાઈ છગનભાઇ અણીયારીયા રહે.લાકડધાર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.