મોરબી : નિવૃત્ત હોમગાર્ડઝ ક્લબ મોરબી દ્વારા રામધન આશ્રમ મોરબી ખાતે તા. 5-1-2025ના રોજ રાષ્ટ્રપતિ ચંદ્રક/ મુખ્યમંત્રી ચંદ્રક/વિજેતા તેમજ નિવૃત્ત હોમગાર્ડઝ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2014 થી 2024 છેલ્લા 11 વર્ષ દરમ્યાન નિવૃત્ત બધાને પુષ્પગુચ્છ શાલ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં 1 રાષ્ટ્રપતિ ચંદ્રક સન્માન, 7 મુખ્યમંત્રી ચંદ્રક સન્માન, 21 નિવૃત્ત સન્માન આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા કમાન્ડર દીપ પટેલ, અતિથિ વિશેષ મહંત ભાવેશ્વરીમા, મુખ્ય મહેમાન દશરથસિંહ એચ. સરવૈયા, નિવૃત્ત કમાન્ડર ભુપેન્દ્રકુમાર પટેલ સુરેન્દ્રનગર, કંસારા સાહેબ, પી. જે. કુબાવત, ભટ્ટ સાહેબ, એમ. બી. ગજીયા, ડો. એસ. કે. રામાવત, ત્રીવેદી સાહેબ, કે.આઇ. ગોસાઈ, એન. કે. પરમાર વગેરે નિવૃત્ત અધિકારીઓએ આપ્રસંગ જાજરમાન બનાવ્યો હતો. આ પ્રસંગે સ્વાગત પ્રવચન 'આર. કે. ભટ્ટે કર્યું હતું. પ્રાસંગિક પ્રવચન કે. આઇ. ગોસાઈ, પુર્વ ડોનર સેવા ઉપાધ્યાયભાઇ અગરીયાભાઇએ આપ્યું હતું. આ યુનિટની સ્થાપના 9-10-1963માં મુખ્યમંત્રી બળવતંરાય મહેતાએ કરી હતી. જિલ્લા કમાન્ડર ઉશાકાતં માંકડ, ઓફિસર કમાનડીગં પ્રવિણભાઇ આચાર્ય હતા ત્યારથી આજ વર્તમાન સમય સુધીનું કાર્ય દક્ષતાની તેમજ શિસ્ત સેવા સગંઠન હેતુથી નિષ્કામ સેવા નજરાણું સરસ રીતે પી. જે. કુબાવતે દશરથસિંહ સરવૈયાની ઉપસ્થિતિમાં સરસ રજૂ કરી. તેમજ ભાવેશ્વરીમાએ આશીર્વચન પાઠવ્યા હતા. તેમજ દેશ સેવા માટે કટિબદ્ધ રહેવા હાકલ કરી નવ નિયુક્ત જિલ્લા કમાન્ડર દીપ પટેલે મોરબીમાં મહિલા હોમગાર્ડ માટે ભરતી માટે મંજુરી મંગાવી હતી. તેમજ ભુપેન્દ્રકુમાર પટેલ સુરેન્દ્રનગર તેમના નેશનલ લેવલ ગોલ્ડ મેડલ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. આ પ્રસંગે નિવૃત્ત હોમગાર્ડઝ ક્લબ કમીટી મેમ્બર અને ચાલુ યુનિટ કેડેટો તેમજ વાઘેલા સાહેબ સુમળભાઇ યુનિટ વિશે વાત કરી હતી. આ સુંદર પ્રસંગનું ઉધઘોષક તરીકે સંચાલન એન. પી. અંતાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આભાર દર્શન બી. બી. ત્રીવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. ભાવેશ્વરીમા તરફથી મહા પ્રસાદ વ્યવસ્થા કરવામાં આવી હતી.