મોરબી : મોરબી બધીર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાંકાનેરના ચંદ્રપુર પાસેના વિકાસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં અમદાવાદ, મોરબી, નડિયાદ અને સુરેન્દ્રનગરની ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં અમદાવાદ અને નડિયાદની ટિમ વચ્ચે ફાઇનલ મેચ રમાયો હતો. જેમાં અમદાવાદની ટીમ ચેમ્પિયન બની હતી.