મોરબી તાલુકામાં 6, ટંકારા, વાંકાનેર અને હળવદમા 4 - 4, માલિયામાં ત્રણ, સીટી એ અને બી ડિવિઝન પોલીસે બબ્બે કેસ કર્યામોરબી : મોરબી શહેર અને જિલ્લામાં રવિવારે પોલીસે દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તવાઈ ઉતારી સામુહિક કામગીરી કરી બે ડઝન જેટલા દરોડા પાડી હજારો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ખાસ કરીને તાલુકા પોલીસે રંગપર, બેલા, સાપર સહિતના વિસ્તારોમાં દેશીના અડ્ડાઓ ઉપર તવાઈ ઉતારી હતી.મોરબી શહેર જિલ્લામાં દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર કાર્યવાહીમા તાલુકા પોલીસે રંગપર ગામની સીમમાં લેકસો સિરામિક સામે દેશી દારૂનું વેચાણ કરી રહેલા આરોપી જીરેન્દ્ર મનુ વરાણીયા અને અમિત અવચર બારૈયા રહે.ત્રાજપર વાળાઓને 22 લીટર દારૂ તેમજ એક બાઈક, રોકડ અને મોબાઈલ મળી 31,700ના મુદ્દામાલ સાથે પકડી પાડતા આરોપીઓએ દારૂનો આ જથ્થો ત્રાજપરના રવિ ઉર્ફે માસ પરસોતમ વરાણીયા અને ચોટીલા તાલુકાના નાળિયેરી ગામના ભેરવો કોળી પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત રવિવારના દિવસે મોરબી તાલુકા પોલીસે કુલ 6, ટંકારા, વાંકાનેર અને હળવદ પોલોસે 4 - 4 કેસ, માળીયા મિયાણા પોલીસે ત્રણ કેસ તેમજ સીટી એ અને બી ડિવિઝન પોલીસે બબ્બે કેસ કરી દારૂના ધંધાર્થીઓ વિરુદ્ધ ધોસ બોલાવી હતી.