મોરબી : મોરબીના આર્યતેજ નર્સિંગ કેમ્પસ ખાતે આર. ટી. ઓ. કચેરી મોરબી અને ટ્રાફિક વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી માર્ચ 2025 અંતર્ગત માર્ગ સલામતી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માર્ગ અકસ્માતોમાં મૃત્યુનું પ્રમાણ ઘટાડવા માટે વિદ્યાર્થીઓને ફરજિયાત હેલ્મેટ, સીટ બેલ્ટ તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરીને વાહન ચલાવવામાં આવે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં કોઈપણ જગ્યાએ માર્ગ અકસ્માત થાય તો તેવા સંજોગોમાં અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને મદદ કરવા વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપલ પ્રશાંતભાઈ, એઆરટીઓ આર.પી. પ્રજાપતિ, સહાયક મોટર વાહન નિરીક્ષક આર. કે. રાવલ તેમજ ટ્રાફિક પી.એસ.આઇ હરીશ સોમૈયા હાજર રહ્યા હતા.