મોરબી : તારીખ-04/01/2025 ને શનિવારના રોજ એમ.એમ. સાયન્સ કોલેજ બી.એસ.સી વાળા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું રી-યુનિયન યોજવામાં આવ્યું હતું. જેમાં વર્ષ- 2006 થી 2011 સુધીના તમામ વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ લગભગ 14 વર્ષ બાદ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડો. પી.કે. પટેલ હાજર રહ્યા હતા. જેમાં કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેમ કે વિશાલભાઈ ઘોડાસરા, અનિલભાઈ વડાવીયા, રોહનભાઈ રાંકજા, અલ્પેશભાઈ કોઠીયા વગેરે હાજર રહ્યા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. કિશોરભાઈ કવાડિયા, ચિરાગભાઈ પંડ્યા તેમજ કનૈયાલાલ બાવરવાએ ભારે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં ભોજનનું આયોજન વિશાલભાઈ ઘોડાસરા દ્વારા કરવામાં આવ્યું હતું.