મોરબી : સ્વયમ સૈનિક દળ દ્વારા મોરબીના બૌદ્ધનગર વિસ્તારમાં વિદ્યાની દેવી ક્રાંતિ જ્યોતિ દેશની પ્રથમ મહિલા શિક્ષીકા માતા સાવિત્રીબાઈ ફૂલેના જન્મ દિવસ નિમિત્તે જન જાગૃતિ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ દરમ્યાન બાળકોને નોટ તથા પેન આપી માતા સાવિત્રીબાઈ ફૂલેના શિક્ષણ પ્રત્યેના તેમના ત્યાગ અને બલિદાનની વાત કરવામાં આવી હતી. તેમજ સમાજ નિર્વ્યસની બને અંધશ્રદ્ધા, કુરિવાજ છોડીને વિજ્ઞાન તરફ વળે અને એક શિક્ષીત સમાજનું નિર્માણ થાય તેવી વાત કરવામાં આવી હતી.