જિમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, વોક વે, મ્યુઝિકલ ફાઉન્ટેન સહિતના આકર્ષણો ઉમેરાશે : મ્યુનિસિપલ કમિશનર અને ધારાસભ્ય સહિતનાની ઉપસ્થિતિમાં કરાયું ખાતમુહૂર્ત : 6 મહિનામાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંકhttps://youtu.be/zulhi_eLqAYમોરબી : મોરબીના સરદારબાગમાં રૂ.1.02 કરોડના ખર્ચે અનેક સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ કામનું આજે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતનાની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા અમૃત ૨.૦ યોજના અંતર્ગત રકમ રૂ. ૧.૦૨ કરોડના ખર્ચે સરદારબાગ ડેવલોપમેન્ટ કરવામાં આવશે. જેમાં ચિલ્ડ્રન પ્લે એરિયા, જિમ ઇકવિપમેન્ટ, વોક વે, પાર્કિંગ એરિયા, લોન, પ્લાન્ટેશન, મ્યુઝીકલ ફાઉન્ટેન, સિક્યુરિટી કેબિન, સ્ટોર રૂમ, ટોયલેટ બ્લોક, ઇલેક્ટ્રિક લાઈટ સહિતની સુવિધા વિકસાવવામાં આવશે. આ કામ 6 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ વેળાએ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, ડે.કમિશનર કુલદીપસિંહ વાળા, જિલ્લા ભાજપ મહામંત્રી કે.એસ.અમૃતિયા, જેઠાભાઇ મિયાત્રા, રિશીપભાઈ કૈલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.