મોરબી : હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા તારીખ 5-1-2025 ને રવિવારના રોજ સવારે 8 થી 12 કલાક દરમ્યાન માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ,આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, સનાળા રોડ, મોરબી ખાતે નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ કરવામાં આવશે. જેમાં હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગરા તથા લોટ મળશે, ગૌમૂત્ર અર્ક, કેળાના પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી, આ ઉપરાંત રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ તથા રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા,વેલણ,જેરણી અને ઓર્ગેનિક શાકભાજી મળશે. આ વેચાણ કેન્દ્રનો સૌને લાભ લેવા તથા નિરોગી રહી પ્રકૃતિ તરફ વળીએના ઉદેશ્યથી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી ઘરેથી કાપડની થેલી સાથે લાવવા વિતરણ વ્યવસ્થા મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કર દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.