ડેમુ હડફેટે આવી જતા કિશોરનું મૃત્યુ, નાની વાવડી, મહેન્દ્રનગર અને વાંકાનેરમાં ત્રણ લોકોએ ગળેફાંસો ખાધોમોરબી : મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અપમૃત્યુના અલગ અલગ ચાર બનાવમાં ચાર લોકોના મૃત્યુ નિપજ્યા હતા જેમાં રફાળેશ્વર નજીક ડેમુ હડફેટે આવી જતા કિશોરનું તેમજ નાની વાવડી, મહેન્દ્રનગર અને વાંકાનેરમાં ત્રણ લોકોએ ગળેફાંસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું.અપમૃત્યુના પ્રથમ બનાવમાં રફાળેશ્વર તળાવ સામે રેલવે ટ્રેક ઉપર ડેમુ ટ્રેન હડફેટે આવી જતા દર્શન પીતાંબરભાઈ ઝાલા ઉ.13 રહે.મચ્છોનગર વાળાનું મૃત્યુ નીપજયું હતી. બીજા બનાવમાં મોરબીના નાની વાવડી ગામે હરસ તેમજ છાતીમાં દુઃખાવાની બીમારીથી કંટાળી પૂંજાભાઈ મોતીભાઈ મકવાણા ઉ.67 નામના વૃદ્ધે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.જ્યારે ત્રીજા બનાવમાં મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં કોસ્મો સિરામિક નજીક રહેતા અજય લાભુભાઈ આદ્રોજા ઉ.25 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. અને ચોથા બનાવમાં વાંકાનેર મિલપ્લોટમાં રહેતા ભાવેશ રમેશભાઈ દલસાણીયા ઉ.31 નામના યુવાને પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.