વિવિધ દાખલા અને વેરા સહિતની મહાપાલિકામાં મળતી મોટાભાગની સેવા અહીંથી પણ થશે : આગામી દિવસોમાં ફૂટપાથ ઉપર થયેલા બાંધકામો સામે કાર્યવાહી કરવાનું મ્યુનિસિપલ કમિશનરનું એલાનhttps://youtu.be/zulhi_eLqAYમોરબી : મોરબીમાં સ્ટેશન રોડ ઉપરના રેન બસેરામાં સોમવારથી સિટી સિવિક સેન્ટર શરૂ થશે. જ્યાંથી મહાપાલિકામાં મળતી મોટાભાગની સેવાઓ મળશે. આમ લોકોને હવે બે જગ્યાએથી વિવિધ સેવાઓનો લાભ મળતો થશે.આ મામલે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે મોરબી શહેરની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવીશું. 3 વર્ષમાં મોરબીને સારામાં સારી સુવિધા આપવામાં આવશે. તેઓએ ઉમેર્યું કે સ્ટેશન રોડ ઉપર રેન બસેરાના પહેલા માળે સિટી સિવિક સેન્ટર શરૂ કરવમાં આવશે. જ્યાંથી જન્મ મરણ સહિતના દાખલા, રજુઆત સ્વીકારવી, ફાયર એનઓસી, મિલકત વેરો, પાણી વેરો સહિતની મહાપાલિકામાં મળતી મોટાભાગની સેવાઓનો લાભ મળશે. આ વિસ્તારના લોકોને મુખ્ય કચેરી સુધી ધક્કો ન થાય એટલે અહીં સિવિક સેન્ટર શરૂ કરવામાં આવશે. અંતમાં તેઓએ ઉમેર્યું કે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા રોડ ઉપરના દબાણો સામે આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. ઘણી જગ્યાએ ફૂટપાથ ઉપર બાંધકામ કરવામાં આવ્યા છે. લોકો સહયોગ આપવા આ બાંધકામો હટાવી લ્યે. નહિતર આગામી દિવસોમાં મહાપાલિકા તેને તોડી પાડશે.